રાજ્યમાં સારો વરસાદ થયો છે. સારો વરસાદ થાય એટલે ખેડૂતોમાં ખુશી જોવા મળે કેમ કે સારા વરસાદના પગલે સારો પાસ થશે અને સારા પાકની સારી ઉપજ મળશ તેવી આશા બંધાતી હોય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા હાલ તો ટેકાના ભાવથી ખરીદી માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો
ગાંધીનગર : રાજ્યમાં સારો વરસાદ થયો છે. સારો વરસાદ થાય એટલે ખેડૂતોમાં ખુશી જોવા મળે કેમ કે સારા વરસાદના પગલે સારો પાક થશે અને સારા પાકની સારી ઉપજ મળશે તેવી આશા બંધાતી હોય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા હાલ તો ટેકાના ભાવથી ખરીદી માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની શરૂઆત રાજ્ય સરકારમાં 1 સપ્ટેમ્બરથી મગ, અડદ, સોયાબીન અને મગફળીની રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ રજીસ્ટ્રેશન આગામી 15 સપ્ટેમ્બર સુધી થવાનું છે.
૭/૧૨ જમીન સર્વે નંબર થી તમારી જમીન સર્વે નંબર નકશો જોવા માટે
પરંતુ આ વખતે મગફળી પકવતા ખેડૂતોનું ટેકાના ભાવે ખરીદી માટેનું રજીસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો છે. એટલે કે રેકોર્ડ બ્રેક ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે અંદાજિત 3,50,000 ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સરખામણીમાં આ વર્ષે ફક્ત 6 દિવસમાં મગફળીના રજીસ્ટ્રેશનમાં 5 લાખ અગિયાર હજાર 66 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યાનો આંક પહોંચ્યો છે.
આ છ દિવસમાં આટલું રજીસ્ટ્રેશન રેકોર્ડ બ્રેક સમાન કહી શકાય. આ ઉપરાંત રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની પણ ખેતી થાય છે. આ જણસ માટેનું પણ મગફળી સાથે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત 1924 જેટલા ખેડૂતોએ અડદ માટેનું, 508 ખેડૂતોએ મગ માટેનું અને 3325 જેટલા ખેડૂતોએ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યમાં મગફળી, અડદ, મગ અને સોયાબીન એમ ત્રણેય જણસની ખરીદી કુલ 5,46,523 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છેલ્લા 6 દિવસમાં થયું છે.
રજીસ્ટ્રેશન કઈ તારીખ સુધી થવાનું છે ?
ખરીફ ૨૦૨૫-૨૬ માં પ્રાઈસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા માટે નોધણીના સમયમર્યાદાની લંબાવાની મંજૂરી મળી છે.
૭/૧૨ અને ૮-અ ના ઉતારા ONLINE મેળવો
સરદાર પાટીણી PSS હેઠળ ટેકાના ભાવેથી ખરીદી માટે તા.૦૧.૦૯.૨૦૨૫ થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે ખેડૂતોની ઓનલાઇન નોધણી પોર્ટલ પર કરવાની હાલમાં યાદી ચાલી રહી છે. જે બાબતે મળેલ મંજૂરી અનુસાર તા.૨૨.૦૯.૨૦૨૫ સુધી ઓનલાઇન નોધણી લંબાવવામાં આવે છે.

આ વર્ષના પાકોના ટેકા ના ભાવ (મગફળી, અડદ, મગ, સોયાબીન)
હવે જરા ટેકાનો ભાવ જાણીએ તો મગફળી માટે પ્રતિક ક્વિન્ટલ 7263નો ભાવ છે. અડદ માટે પ્રતિ ક્વિન્ટલ 7800નો ભાવ છે. મગ માટે પ્રતિ ક્વિન્ટલ 8768નો ભાવ છે. તેમ સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ 5328નો ભાવ હાલ તો આંકવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ચાલતી ટેકાના ભાવની ખરીદી માટેના રજીસ્ટ્રેશનનો સમયગાળો આગામી 15 સપ્ટેમ્બર સુધી થવાનો છે.ત્યારે હજુ પણ કેટલા ખેડૂતો આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે, તે જોવું રહ્યું. પરંતુ મહત્વનું છેકે, ગત વર્ષે ધનતેરસના દિવસે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત થઈ ચૂકી હતી.
આ વર્ષે પણ ધનતેરસના દિવસે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવા માટે સરકારે તત્પરતા દાખવી છે. આશા રાખીએ કે સમયસર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થાય અને સમયસર ટેકાના ભાવની ખરીદી શરૂ થાય. જેથી ખેડૂતોની ઉપજ પ્રમાણેનું મૂલ્ય મળે અને ખેડૂતોની દિવાળી પણ સુધરે.
મગફળી | 7263રૂ | એક ક્વિન્ટલ (5મણ ) | 1452.6/મણ |
સોયાબીન | 5328રૂ | એક ક્વિન્ટલ | 1065.6/મણ |
મગ | 8768રૂ | એક ક્વિન્ટલ | 1753.6/મણ |
અડદ | 7800રૂ | એક ક્વિન્ટલ | 1560/મણ |
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ?
- આધાર કાર્ડ
- 7/12 8અ ની નકલ
- બેંકની પાસબુક
- પાણી પત્રક મંત્રી સાહેબના સિક્કા વાડુ