ક્યારે થશે મગફળીની ટેકાના ભાવે ખરીદી? તારીખ થઈ જાહેર

૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧5 નવેમ્બરના(અંદાજીત) રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે. ત્યારે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાશે અને અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.

જમીનના 1955 થી આજ સુધી ના ૭/૧2 અને ૮-અ ના ઉતારા ONLINE મેળવો અને ડાઉનલોડ કરો 👉 અહીં ક્લિક કરો

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

6,20,000 થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી

કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 15 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 6,20,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,452.6 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 2,5000 કિ.ગ્રા એટલે કે, 6.25 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.

Jamin Survey Number Nakaso Jova Mate : ૭/૧૨ જમીન સર્વે નંબર થી તમારી જમીન સર્વે નંબર નકશો જોવા માટે 👉 અહીં ક્લિક કરો

ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. 22 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

મગફળીની ખરીદી તારીખ૧5 નવેમ્બરના (અંદાજીત)
મહત્તમ ખરીદી2,5000 કિ.ગ્રા (અંદાજીત)
મગફળીના ભાવરૂ. 1,452.6 પ્રતિ મણ

ખરીદી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ?

  • આધાર કાર્ડ નકલ
  • રજીસ્ટ્રેશન કરેલ નકલ

160 કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

જરૂરી ખરીદ કેન્દ્રો પણ નક્કી કરવામાં આવ્યા છે.  જેમાં મગફળી માટે રાજ્યમાં 160 ખરીદ કેન્દ્રો,  મગ માટે 73 કેન્દ્રો, અડદ માટે 105 કેન્દ્રો અને સોયાબીનની ખરીદી માટે 97 જેટલા ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. અને જ્યારથી ટેકાનાં ભાવે આ ખરીદીની પ્રક્રિયા શરૂ થશે.  જેથી રાજ્યનાં ખેડૂતોને ખરીફ ઋતુમાં જે ઉત્પાદિત જણસીઓ છે.  એમાં આર્થિક નુકશાન ન જાય,  ખેડૂતોને પુરા ભાવ મળી રહે.  હું માનું છુ કે આ ટેકાનાં ભાવની ખરીફ ઋતુનાં પાકોની  ખરીદીથી રાજ્યનાં ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે.

ટેકાનાં ભાવે ખરીદી માટેની વ્યવસ્થાનું પણ આયોજન સરકારે કરી દીધુ

વડાપ્રધાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે સતત ચિંતીત છે.  ખેડૂતોની આવક વધે તેના માટે પણ ચિંતીત છે. ખેડૂતોની આવક ડબલ કરવાનાં સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ. આ માટે જ ખરીફ સીઝનની વાવણીની શરૂઆત પહેલા જ ખરીફ સીઝનમાં ઉત્પાદિત ચીજોનો ટેકાનાં ભાવ માટેનો નિર્ણય કરી જાહેર કર્યો. જેથી ખેડૂતો પોતાને કઈ ચીજનાં કેટલા ભાવ મળશે એ ગણતરી કરીને વાવેતર કરે અને ઉત્પાદન શરૂ થાય એ પહેલા જ એનાં ટેકાનાં ભાવે ખરીદી માટેની વ્યવસ્થાનું પણ આયોજન સરકારે કરી દીધુ છે.  કેટલો જથ્થો ટેકાનાં ભાવે ખરીદવો,  કેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવા, આ બધી વ્યવસ્થા રાજ્ય સરકારે અગાઉથી જ આ કામગીરી કરી દીધી છે.